અમેરિકામાં ડોક્ટરોએ 37 સર્જરી કરી મહિલાનું માથુ ધડ સાથે ફરી જોડ્યું
અમેરિકામાં ડોક્ટરોએ 37 સર્જરી કરી મહિલાનું માથુ ધડ સાથે ફરી જોડ્યું
Blog Article
ફૂટબોલ રમતી વખતે થયેલા એક વિચિત્ર અકસ્માતમાં ઇલિનોઇસમાં રહેતી એક મહિલાની ખોપરી આંતરિક રીતે કરોડરજ્જુથી અલગ થઈ ગયા બાદ ડોક્ટરોએ 37 સર્જરી કરીને તેનું માથુ ધડ સાથે ફરી જોડી દીધું હતું. મેગન કિંગ નામની મહિલા 16 વર્ષની ઉંમરે દુર્ઘટનાનો શિકાર બની હતી અને તેનાથી તેનું માથુ ધડથી આંતરિક રીતે અલગ થઈ ગયું હતું. મહિલાએ 37થી વધુ સર્જરી કરાવી પડી હતી અને એક વર્ષથી વધુ સમય કાખઘોડી પર વિતાવવી પડી હતી.
નિયમિતપણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટા પોસ્ટ કરતી કિંગે દાવો કર્યો હતો કે તેના હાડકાના સાંધા નબળા પડી ગયાં હતાં અને તેના સ્નાયુઓ ફાટી ગયાં હતા. તેનાથી અસહ્ય દુખાવો થતો હતો અને સ્થિતિ વધુ બગડી હતી. શરૂઆતમાં ડોક્ટરો સમજી શક્યા નહીં કે તેમની હાલતમાં સુધારો કેમ નથી થઈ રહ્યો.
દસ વર્ષ પછી તબીબી નિષ્ણાતોઓ નિદાન કર્યું હતું કે આ મહિલા હાઇપરમોબાઇલ એહલર્સ-ડેનલોસ સિન્ડ્રોમ (hEDS)નો શિકાર બની છે. આ સિન્ડ્રોમ એક દુર્લભ જેનેટિક ડિસઓર્ડર છે, જે કોલેજનની રચનાને અટકાવી છે. આ કોલેજન શરીરમાં હાડકાંને એકસાથે પકડી રાખતી મુખ્ય પેશી તરીકે કામ કરતાં હોય છે.
આ પછી મેગન કિંગના ગળામાં હેલો બ્રેસ (એક મેટલ ડિવાઇસ) લગાવવામાં આવ્યું હતું. ખોપરીમાં સ્ક્રુ મારીને ફીટ કરાયેલા આ ડિવાઇસથી તેનું માથું સીધું રહેતું હતું. જોકે ડોક્ટર્સે આ ડિવાઇસને દૂર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની ખોપરી આંતરિક રીતે કરોડરજ્જુથી અલગ થઈ ગઈ હતી. આ દુર્લભ સ્થિતિને એટલાન્ટો-ઓસિપિટલ ડિસલોકેશન (AOD) કહેવામાં આવે છે.
Report this page